સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

જામજોધપુર પોલીસ કહે છે, ૭ હજારની ચોરીની ફરિયાદ શું કામ લખાવો છો ?

પીએસઆઇના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ફરિયાદીને થયો પોતે આરોપી હોય તેવો અનુભવ

જામજોધપુર : ' સાત હજારની ચોરીની ફરિયાદ શું લખાવવા આવો છો' ? ૭૦ હજારની ચોરી થાય તો જ ફરિયાદ લખાવવી જરૂરી છે.  ખુદ પોલીસ જ આવું કહે તો શું માનવું ? તેવો સવાલ જામજોધપુરમાં ઉઠયો છે.

જામજોધપુર સ્ટેશન રોડ પર પત્રકાર (બાબુભાઇ) ધનાભાઇ પાધર અમુલ ચોઇસ નામની દુકાન આવી છે. તા. ૧/૧૦/૧૯ ને મંગળવારના રોજ સાંજે બાબુભાઇ દુકાન છોડીને ૧૦ મીનીટ માટે તેમના સાથે ગોડાઉને માલ લેવા જતા આ સમયમાં કોઇ અજાણ્યા શખ્સો દુકાનના ખાનામાં આખા દિવસના વેપારના રૂ. ૭૦૦૦ જેવી રકમની ચોરી કરી ગયા હતા.

આ બાબતે પોલીસે સ્ટેશને જઇ ફરિયાદીએ પીએસઆઇ મોરીને જણાવેલ કે મારી દુકાને ચોરી થઇ છે ફરિયાદ દાખલ કરવી છે, તો પીએસઆઇએ જણાવેલ કે કેટલી ચોરી થઇ છે ? પીએસઆઇએ જણાવેલ માત્ર સાત હજારમાં ફરિયાદ શું કરવી ? ૭૦ હજારની ચોરી થાય તો બરાબર અને ફરિયાદ જમાદારને કહો દાખલ કરી દેશે. આ અંગે શહેરના આગેવાનો જામજોધપુરના ધારાસભ્યશ્રીને અને પત્રકારો ચેમ્બરના પ્રતિનિધીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.

(11:53 am IST)