સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

ધારી પંથકમાં અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફ્લો :પાદરગઢ, આંબરડી સહીતના અનેક ગામડાઓ અલર્ટ કરાયા

શેત્રુંજી નદીમાં ઘોડાપુર: ખોડિયાર ડેમના 9 દરવાજા એક ફૂટ ખોલાયા

અમરેલી: અમરેલીના ગીર કેચમેંટ વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતીનું નિર્માણ થયુ હતું. અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ધારીના ખોડીયાર ડેમના તમામ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાદરગઢ, આંબરડી સહીતના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે.
ધારી પંથકમાં અનરાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં ડેમના તમામ 9 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 7200 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
ધારી ગીરના ચાંચઈ, પાણીયા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિમાર્ણ થઈ હતી.

(10:20 pm IST)