સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

વાંકાનેરના ઢૂવા ગામે પગથિયાં ઉતરતા પિતાનો પગ લપસતાં હાથમાંથી પડી જતા માસુમ પુત્રીનું કરૂણમોત

વાંકાનેરના ઢુવા ગામના રહેવાસી જીતુભાઈ રાઠોડ તેની દોઢ વર્ષની દીકરી માહીને તેડીને મકાનના પ્રથમ માળેથી નીચે ઉતરતા હોય ત્યારે પિતાનો પગ લપસી જતા હાથમાંથી દીકરી માહી પડી જતા માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોરબી બાદ રાજકોટ સારવાર માટે લઇ જવામાં આવેલ જ્યાં તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

(12:37 am IST)