સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

લતીપર-મોટી બાણુગર-ધ્રાફામા ૪ ઇંચ વરસાદ

જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર ખુશાલી

જામનગર તા.૬: જામનગર જીલ્લાના મોટી બાણુગર અને ધ્રાફામાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર ખુશાલી છવાઇ છે.

જામનગર જીલ્લાનાં દરેડમાં પોણા ચાર ઇંચ, અલીયાબાડા જામવંથલીમા અઢી, વસઇ-લાખાબાવળમા ૧ ઇંચ, ઘુતારપરમા અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે જોડિયા તાલુકાના બાલંભામાં બે ઇંચ, હડિયાણામાં પોણા બે ઇંચ, પીઠડમાં દોઢ ઇંચ, લતીપરમાં ૪ ઇંચ, જાલીયા દેવાણીમાં અઢી ઇંચ, લૈયારાયા સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.

કાલાવડના મોટાવડાળા, મોટા પાંચ દેવડામા સવા બે ઇંચ, નવાગામમા ર ઇંચ, ખરેડીમાં દોઢ ઇંચ, અને નિકાવા તથા ભલસાણ બેરાજામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે જામજોધપુરના જામવાડીમા પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જયારે વાંસજાલીયા અને શેઠવડાળામાં સાડા ત્રણ ઇંચ, સમાણામા અઢી ઇંચ, પરડવામા ર ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે લાલપુરના ડબાસંગ અને પડાણા તથા પીપરટોળામા  ર ઇંચ, મોટા ખડવા અને મોડપરમા ૧ ઇંચ તથા ભણગોરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

(1:18 pm IST)