સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

બાળકોમાં સંસ્કારમાં પ્રાણપુરવાનું કફીન કામગીરી શિક્ષકોની છેઃઅધ્યક્ષ દલવાડી

સુરેન્દ્રનગરમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૬:'શિક્ષક એ સાચા શિલ્પકાર છે અને બાળકોમાં સંસ્કારના પ્રાણ પુરવાનું કામ શિક્ષકો કરે છે.' તેમ ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા નિગમના ચેરમેનશ્રી શંકરભાઇ દલવાડીએ સી.યુ. શાહ મેડીકલ હોલ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ કાર્યક્રમ પ્રસંગે ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષકે આપેલું અક્ષરજ્ઞાન કયારેય એળે જતું નથી. 

     આ પ્રસંગે સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દેવપાલસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્દબોધનોમાં જણાવ્યું હતું કે, જીવન દ્યડતર માટે સારા સંસ્કાર આપવાની ધરા શિક્ષક છે. પોતાને આપેલ જ્ઞાન માટે વિદ્યાર્થી જીવન પર્યંત પોતાના શિક્ષકને યાદ રાખે છે. તેમ જણાવી તેમણે સમાજ અને વાલીઓ પોતાના વ્હાલસોયા બાળકોના ભાવિ શિક્ષકોના હાથમાં છોડે છે, ત્યારે શિક્ષકોને પણ બાળકોની ઋચિ પ્રમાણે યોગ્ય, ઉત્ત્।મ અને પરિણામલક્ષી શિક્ષણ આપવાના પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.

     આ પ્રસંગે જિલ્લાકક્ષાએ આવેલ શ્રેષ્ઠ શિક્ષકો સર્વશ્રી સંજ્ઞાબેન આચાર્ય, ધનજીભાઇ વાલેરા, ડી.એચ. પરમાર અને તાલુકાકક્ષાએ આવેલ શ્રેષ્ઠ શિક્ષકો સર્વશ્રી કનુજી ઠાકોર, હેમંતકુમાર પટેલ, નીતીનકુમાર પંચાલ, ભરતભાઇ સભાણી, જયશ્રીબેન મકવાણા, વીરમભાઇ ડાંગર, કેતનકુમાર ગદાણી, દિપ્તીબેન ગોહિલ, ઠાકરશીભાઇ ગાબુ અને પુષ્પાબેન દક્ષીણીને અધ્યક્ષશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમ અન્વયે જિલ્લાના ૯૬૭ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકી ૧૨ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતાં.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એમ. બારડ તેમજ આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.એચ. ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડીયા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંદ્યના હોદ્દેદારો, પદાધિકારી- અધિકારીઓ સહિત શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.(

(10:24 am IST)