News of Friday, 6th September 2019
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ છલકાયો : ત્રણ દરવાજા ખોલાયા
ડેમના ત્રણ દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
જુનાગઢમાં ફરીથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે શહેરોનો સૌથી મોટો ડેમ ઓઝત-2 ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સારી આવકના કારણે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં છે.
ઓઝત-2 ડેમ પાંચ તાલુકાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડતો ડેમ છે. ડેમના ત્રણ દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
(8:07 pm IST)