સાવરકુંડલા : સુરેન્દ્રનગરના નાની કઠેચીનો અપહરણ - પોકસોનો આરોપી રમેશ કઠેચીયા ઝડપાયો
અમરેલી - સાવરકુંડલા તા. ૬ : અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. ધવલભાઇ મકવાણા તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સુરેન્દ્રનગર જીલ્લાના પાણશીંણાએ ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપીને ભોગ બનનાર સાથે સાવરકુંડલા ખાતેથી શોધી કાઢેલ છે.
પોલીસે રમેશ દયારામભાઇ કઠેચીયા ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.નાની કઠેચી તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળો તથા ભોગ બનનાર મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.
નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે સાવરકુંડલા ખાતેથી શોધી કાઢેલ છે.