ગોંડલના દેવચડીમાં જુગાર રમતા ૫ શખ્સો ૧૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૬: ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે દેવચડી ગામની સીમ માં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમીરહેલ પૃથ્વીરાજસિંહ ઉર્ફે રાજા ચુડાસમા રહે સિદ્ઘાર્થનગર, મનોજસિંહ ચુડાસમા રહે દેવચડી, દિનેશ સિંહ જાડેજા રહે સિદ્ઘાર્થનગર ગોંડલ , મનહરસિંહ ચુડાસમા રહે.દેવચડી, દિગ્વિજયસિંહ ગોહિલ રહે રામપુર તાલુકો વલભીપુર જીલ્લો ભાવનગર ને રોકડ રૂ ૨૫.૬૦૦ તથા મોબાઈલ ૩ કી.રૂ.૯૦૦૦ તથા સ્કોર્પિયો ગાડી કી.રૂ.૧૦.૦૦.૦૦૦ તથા વોકસવેગોન કાર કી. રૂ.૫૦૦૦૦૦ કુલ રૂ ૧૫.૩૪.૬૦૦નો મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા.
આ કામગીરી માં PSI એમ જે પરમાર તથા PSI ડી પી ઝાલા તથા HC વિપુલભાઈ ગુજરાતી,PC દિગપાલસિંહ ગોહિલ મદનસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ ગોહિલ ,પ્રફુલ ભાઈ પરમાર ,વિશ્વજીતસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.