News of Thursday, 6th August 2020
જસદણના વનાળામાં જુવારને ભારો ચડાવવાનાં બહાને મહિલાને બોલાવીને બળજબરી આચરી
આટકોટ, તા. ૬ : જસદણ : તાબેના વનાળા ગામે જુવારનો ભારો ચડાવવાના બહાને મહિલાને બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધતા પોલીસે આરોપી વિપુલગીરી રમેશગીરી બાવાજીની શોધખોળ આદરી છે.
આ અંગે જસદણ પોલીસમાં ફરીયાદી મંજુબેન બાધાભાઇ ઉ.વ.પપ એ નોંધાવેલી વિગતમાં જણાવ્યા મજુબ પોતે વનાળા ગામે રહે છે.
આરોપી વિપુલગીરીએ આશીષની વાડીએ જુવારનો ભારો આપવાના બહાને બોલાવી એકલતાનો ભાગ લઇ બળજબરી કરી શરીર સંબંધ બાંધતા ફરીયાદીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપી ગુનો કર્યા બાદ નાસી ગયો હોય આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવે વનાળા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.
(4:08 pm IST)