સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th August 2020

માળીયા હાટીનાના વતની પરવેઝ પઠાણ બર્મિગહામ (યુએસ)માં લોકસેવામાં રત

પિતાએ બનાવેલ કેડીને વિદેશમાં ઉજાગર કરી માળીયા હાટીનાનું નામ રોશન કર્યુ

માળીયા હાટીના,તા.૬ : પૂર્વ સરપંચ સલીમ ભાઈ પઠાણનો પુત્ર પરવેઝ પઠાણ, માત્ર ત્રણ વર્ષ ના ટૂંકા ગાળા માં બર્મિંગહામ યુએસ માંવિદ્યાર્થી કાળમાં જ અનેક સામાજિક કામગીરીને લઈ ત્યાંના અનેક વિદ્યાર્થી પરિસદો માં મહત્વના હોદા મેળવી પુરા વિશ્વમાંથી એજયુકેશન માટે આવેલ વિદ્યાર્થીઓની મદદ માટે ૨૪ કલાક કાર્યરત છેમાળીયા હાટીનાના સરપંચ તરીકે હતા ત્યારે નાત જાદ (હિન્દૂ/મુસ્લિમ)ના ભેદભાવ વગર કામ કરતા અને મુસ્લિમ સમાજનાઆગેવાન એવા સલીમભાઈ પઠાણના મોટા પુત્ર પરવેઝ પઠાણ છેલ્લા બે વર્ષ થી અભ્યાસ અર્થે યુએસના બર્મિંગહામ ખાતે હોય આદરમિયાન માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં ભણવાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્ત્િ।ઓના કારણે ત્યાંના વિદ્યાર્થી સંગઠનોમાં ઈન્ટરનેશનલસ્ટુડન્ટ સોસાયટીમાં પ્રેસિડન્ટ, ઇન્ડિયન સ્ટુડન્ટ સોસાયટીમાં સેક્રેટરી સહિત અનેક સંગઠનોમાં કાર્યરત રહી વિદ્યાર્થીઓની મદદમાટે તત્પર રહે છે અને ત્યાંની યુનિવર્સીટી દ્વારા સ્ટુડન્ટ ઓફ યર તરીકે મેડલ થી સમ્માનિત થઈ ચૂકયો છે અને આ સીવાય પણલોકડાઉન દરમિયાન પણ ફસાયેલ અનેક ભારતીય તેમજ બીજા વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે અને રહેવા જમવા નીવ્યવસ્થાઓ કરી આપી હતી.

ેસ્વ. સલીમ ભાઈ પઠાણના ધર્મ પત્ની શમીમ બેન પઠાણ પણ પોતાના બને પુત્ર ને સારા સિદ્ઘાંતો શીખવાડયા તે મુસ્લિમ હોવા છતા રક્ષાબંધનના દિવસે પોતાના પુત્ર હાલ વિદેશમાં છે ત્યાં હિન્દુની દીકરીને બહેન બનાવી રાખડી બંધાવી છે. સ્વ સલીમ ભાઈ પઠાણને ૨ દીકરા છે. દીકરી ના હોવાને કારણે હિન્દુ ધર્મની દીકરીને બેન બનાવી તેમની રક્ષા અને ધ્યાન રાખવાની નેમ લીધી છે. શમીમબેન પઠાણ હાલ જૂનાગઢ જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપ પ્રમુખ તરીકે સેવા બજાવે છે. પોતે એકલા હાથે બંને દીકરાને ભણાવેછે મોટો દીકરો પરવેઝ બર્મિંગહામમાં ભણે છે નાનો દીકરો ફૈઝ ૧૨માં આભ્યાસ કરે છે.

(11:55 am IST)