સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th August 2020

દેરડી કુંભાજી રામજી મંદિરે મહાઆરતી

ગોંડલઃ તાલુકાના દેરડીકુંભાજી ગામે બપોરે રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે કાર સેવકો અને ગામ દ્વારા સવા મણ લાડુનું પ્રસાદ બનાવી અને ગામમાં વહેંચવામાં આવ્યો હતો અને રામજી મંદિરે મહાઆરતીનું આયોજન થયું હતું તેજ સમયે પંચાયત ઓફિસના માઈકમાંથી આરતીનો નાદ કરવામાં આવ્યો હતો તેમાં આખા ગામના લોકોએ પોતાના ઘરે થાળી અને વેલણ જેવા જુદા જુદા વાદ્યો વગાડી અને અયોધ્યામાં જે રામ મંદિર ભૂમિ પૂજન બપોરે સાડાબારે ચાલુ થયું હતું તેને લોકોએ વધાવ્યું હતું. મહા આરતીમા દેરડી કુંભાજી ગામનાં સરપંચ શૈલેષભાઇ ખાતરા, મંડળી નાં પ્રમૂખ જગદીશભાઇ ગોળ, તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ ચિરાગભાઇ ગોળ મંદીરનાં પુજારી ભરતભાઇ અગ્રાવત, દેરડી સ્વામિ વિવેકાનંદ યુવા કેન્દ્રનાં સભ્યો, દેરડી રાષ્ટ્રિય સ્વય સેવક સંઘ પરિવાર તથા દેરડી કુંભાજી ગામનાં લોકો જોડાયાં હતા. મહાઆરતી કરવામાં આવી તે તસ્વીર.(

(11:44 am IST)