સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th August 2020

રાજુલામાં કોર્ટ આસીસ્ટન્ટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

રાજુલા તા. ૬: જાફરાબાદ રોડ પર ડો. મુછડીયાના દવાખાના પાસે રહેતા અને કોર્ટ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ વ્યકિત ભાવનગર મુસાફરી હીસ્ટ્રી. ધરાવતા હતા અને અગાઉ આવેલ કોરોના પોઝીટીવ વ્યકિત વિપુલભાઇ જીંજાળાના સંપર્કમાં આવેલ તેઓને અગાઉથી કોરન્ટાઇન કરેલા હતા. તેવામાં તેમનો કોરોના રીપોર્ર્ટ પોઝીટીવ આવતા આ એરીયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે. આ વિસ્તારમાં લોકોની અવર જવર બંધ કરવામાં આવેલ છે. આમ રાજુલામાં પણ ધીમે ધીમે કોરોના આગળ વધી રહ્યો હોય તંત્ર અને લોકોએ જાગૃતિ દાખવવી અતિ જરૂરી છે. અત્યાર સુધી રાજુલા શહેર અને તાલુકામાં નહિંવત કેસો નોંધાયેલ છે. પરંતુ લોકો જાગૃત નહિં રહે તો અન્ય શહેરોની માફક કોરોનાનો કહેર આગળ વધતા વાર નહિં લાગે.

(11:39 am IST)