ભાવનગરમાં ચોરાઉ એકટીવા સાથે ઝડપાયો
ભાવનગરઃ ભરતનગર બાર નંબરના બસ સ્ટેશન પાસેથી ર્ંઆરોપી મહંમદ અઝહર યાસીનભાઇ શેખ ઉ.વ.૨૦ રહેવાસી મેમણ કોલોની પાછળ બે માળીયા મઢુલીની બાજુમાં નંબર વિનાના હોન્ડા કંપનીના એકટીવા કિ.રૃટ્ટ ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ એકટીવા એન્જીન ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ સોફટવેરની મદદથી ખરાઇ કરતા એકટીવાનો નંબર જીજે-૦૪-બીકયુ-૮૪૧૫ નો હોવાનું જણાઇ આવેલ અને એકટીવા ભરતનગર વિસ્તારમાંથી ૨૦-૨૫ દિવસ પહેલા ચોરી થયેલ હતું જે બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. આ એકટીવા પોતે ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાંથી રાત્રીના સમયે ચોરે કરેલ હોવાનું કબુલાત આપેલ હતી. ર્ંઆ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.જી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બલવિરસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.