સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th July 2020

મોરબીના 7 ડેમોમા નવા નિરની આવક : બંગાવડી ડેમ થયો ઓવરફ્લો

જિલ્લાના 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા

મોરબી : મોરબી જિલ્લામાં સોમવારના રોજ વહેલી સવારથી જ મેઘસવારી રહેતા 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં બંગાવડી ડેમ તો ઓવરફ્લો થયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત જિલ્લાના તમામ 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા હોવાનું તંત્રએ જાહેર કર્યું છે
મોરબી જિલ્લાના જે 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેની વિગતો જોઈએ તો મચ્છું-1 ડેમમાં 2.24 ટકા નવું પાણી આવતા પાણીનો કુલ જથ્થો 25.44 ટકા થયો છે. આવી જ રીતે મચ્છું-2 ડેમમાં 0.61 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 38.75 ટકા થયો છે. મચ્છું-3 ડેમમાં 3.12 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 72.36 ટકા થયો છે. બંગાવડી ડેમમાં 95 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 100 ટકા થયો છે. ડેમી-1 ડેમમાં 7.87 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 36 ટકા થયો છે. ડેમી-2 ડેમમાં 5.03 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 31.05 ટકા થયો છે. ડેમી-3 ડેમમાં 1.77 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 6.77 ટકા થયો છે.

(11:01 pm IST)