સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th July 2020

પોરબંદરના ભાટીયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી : અન્ય ૨ મકાનોના રવેશ તૂટયા

જાનહાનિ નથી : ૪ સ્કુટર કાટમાળમાં દબાય જતાં નુકસાન

 પોરબંદર તા. ૬ : ભાટીયા બજારમાં એક જર્જરીત મકાન વરસાદમાં ધરાશાયી થઇ ગયેલ હતું તેમજ અન્ય બે મકાનના રવેશ તૂટી પડયા હતા. વહેલી સવારે આ ઘટનાથી સદ્ભાગ્યે જાનહાનિ થયેલ નથી. ભાટીયા બજારમાં મકાન ધરાશાયી થતાં કાટમાળમાં ૪ સ્કૂટર દબાઇ જતા નુકસાન થયેલ છે.

ભાટીયા બજારમાં જર્જરિત હાલતમાં મકાન વરસાદમાં ધરાશાયી થઇ ગયેલ હતું. આ મકાનમાં કોઇ રહેતું ન હોય જાનહાનિ થયેલ નથી. આ વિસ્તારમાં ગોપીનાથજી હવેલીમાં કનૈયા એપાર્ટમેન્ટનું રવેશ તથા ધરમશીભાઇ શેઠ નામથી ઓળખાતા મકાનમાં નવા બનાવેલ સંડાશ - બાથરૂમ સાથેનો રવેશ તૂટી ગયેલ હતા. ભાટીયા બજારમાં મકાન ધરાશાયી થતાં બાજુમાં રહેલ ૪ સ્કુટર દબાય જતાં નુકસાન થયું હતું.(

(1:10 pm IST)