સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th July 2020

પ્રાંચી તીર્થનું માધવરાય મંદિરમાં પાણી ઘુસી ગયા

વેરાવળ-પ્રભાસપાટણઃપ્રાચી તીર્થ ખાતે ૫ હજાર વર્ષ પહેલા નું માધવરાય મંદિર આવેલું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃ તર્પણ કાર્ય માટે અહીં આવ્યા હતા અને ત્યાર થી તે અહીં સરસ્વતી નદી ના રસ્તા માં બિરાજમાન છે ઙ્ગગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકયો છે તાલાલાના ગીર પંથકની સરસ્વતી નદી બે કાંઠે વહી છે જેના કારણે માધવરાઇ મંદિર પાણી માં ગરક થયું છે ઙ્ગતાલાલા અને ગીર પંથકમા જોરદાર વરસાદ ખાબકતા પ્રાચી ની સરસ્વતી નદી મા નવું નિર આવતા સુપ્રસિદ્ઘ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાન માધવરાય ની મૂર્તિ ૪ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થતા શ્રદ્ઘાળુઓ ને દૂર થી જ ભગવાનનો દીદાર કરવાની ફરજ પડી છે. રીશીગીરીબાપુના કહેવા મુજબ જયા સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી શ્રદ્ઘાળુઓ દર્શન નહીં કરી શકે એટલુંજ નહીં ભગવાનની આરતી અને પૂજા પણ નહીં થઇ શકે. (તસ્વીર -અહેવાલઃ દિપક કક્કડ, મીનાક્ષી ભાસ્કર-વૈદ્ય.પ્રભાસપાટણ)

(11:39 am IST)