સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th July 2019

જોડીયામાં આધારકાર્ડ-ઓળખકાર્ડની સુવિધા શરૂ : તાલુકાના 33 ગામોના લોકોની મુશ્કેલીનો અંત

તાલુકા પંચાયતના સભ્ય સોનલબેન ચિરાગભાઈ વાંક દ્વારા સફળ રજૂઆત

 

જોડિયા ;હવે જોડીયામાં આધારકાર્ડ અને ઓળખકાર્ડ જેવી સુવિધા શરૂ થતા તાલુકાન લોકોને રાહત મળી છે તાલુકા પંચાયતના સભ્ય સોનલબેનની રજૂઆતથી જોડિયાના ૩૭ ગામોના લોકોને આધારકાર્ડ -ઓળખકાર્ડ માટેના ધક્કા બંધ થયા છે

  જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં આવેલા ૩૭ ગામો આવેલા છે. અહી છેલ્લા મહિના થયે આધારકાર્ડ અને વિવિધ સરકારી ઓળખકાર્ડ સુધારવાની કામગીરી બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. જે અંગે જોડિયા- તાલુકા પંચાયતના સભ્ય સોનલબેન ચિરાગભાઈ વાંક દ્વારા મામલતદાર,જીલ્લા કલેકટર અને રાજ્યમંત્રીને અંગે પત્ર લખી તાત્કાલિક જોડીયામાં આધારકાર્ડ અને ઓળખકાર્ડની સુવિધા શરુ કરવા માંગણી કરી હતી. અને સુવિધા ફરી શરુ થતા લોકોને હાશકારો થયો છે.

જોડિયા તાલુકાનું મુખ્યમથક જોડિયાગામ ખાતે આવેલું છે. તમામ સરકારી કામ જોડિયા ખાતે થાય છે. અને જોડિયા મામલતદાર કચેરી ખાતે છેલા મહિના થી આધારકાર્ડ તથા ડુપ્લિકેટ ઑડખ કાર્ડની કામગીરી બંધ હતી.

જેથી કરીને ગ્રાંમજનો આધારકાર્ડ તથા ડુપ્લિકેટ ઑડખ કાર્ડ સુધારવા તેમજ નવા આધારકાર્ડ માટે ધ્રોલ ખાતે ધરમધક્કા ખાવા પડતા હતા. ત્યારે બાદ જોડીયામાં ફરી સુવિધા શરુ થતા આધારકાર્ડ તથા ડુપ્લિકેટ ઑડખ કાર્ડની કામગીરી માટે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ લોકોને સરળતા અને ઘર આંગણે સુવિધા શરુ થઇ છે

છેલ્લા મહિનાથી આધારકાર્ડ અને વિવિધ સરકારી ઓળખકાર્ડ સુધારવાની બંધ કામગીરી ચાલુ કરાવવા જોડિયા- તાલુકા પંચાયતના સભ્ય સોનલબેન ચિરાગભાઈ વાંક દ્વારા અનેક વખત રજુઆતો કરાતા કોઈ નિવેડો નહિ આવતા મામલતદાર,જીલ્લા કલેકટર અને રાજ્યમંત્રીને અંગે પત્ર લખી તાત્કાલિક જોડીયામાં આધારકાર્ડ અને ઓળખકાર્ડની સુવિધા શરુ કરવા માંગણી કરી હતી. માંગણીને ધ્યાને લઇ ફરી જોડીયામાં બંને સુવિધાઓ કાર્યરત કરાઈ છે

(12:33 am IST)