સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ધોરાજીમાં ગજેરા પરિવાર દ્વારા પુત્રી જન્મના વધામણા

ધોરાજી : સેવાભાવી મધુભાઇ ગજેરાના પુત્ર નિશાંતભાઇ ગજેરાના પત્ની મોનાબેન ગજેરાએ પુત્રીને જન્મ આપતા ગજેરા પરિવાર દ્વારા ભવ્ય પાર્ટીનું આયોજન કરી કન્યા રૂપી લક્ષ્મીને આવકારેલ. આ તકે નાની મુન્નીના પિતા નિશાંતભાઇ ગજેરાએ પોતે એન્જીનિયર હોય અને કન્યા કેળવણીના હિમાયતી હોય અને પોતાને ઘેર પુત્રી રત્ન થતા સગાસબંધીઓને મીઠાઇ વહેચી કેક કાપી ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ તકે મધુભાઇ ગજેરા, વર્ષાબેન, નિશાંતભાઇ, મોનાબેન, વિજયભાઇ સતાસીયા, ભાવનાબેન હરિલાલ અંટાળા, કયારાબેન સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.

(11:47 am IST)