પડવાલાની પટેલ પરીણીએ ઉપલેટા નજીક ટ્રેન હેઠળ પડતુ મૂકી કરેલ આપઘાત
ઉપલેટા, તા.૬: મુળ ઉપલેટા તાલુકાના પડવલા ગામના વતની અને ગત વર્ષો દરમ્યાન ઉપલેટા ખાતે પોતાના બાળકોના અભ્યાસ અર્થે શીફટ થયેલ કડવા પટેલ પરીવારની પરિણીતા મહીલાએ કોઇ અગમ્ય કારણો સર કંટાળી જઇ વ્હેલી સવારે ઉપલેટા નજીક ટ્રેન હેઠળ ઝંપાલાવી આપઘાપ કરતા મોત થયેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળના જય એપાર્ટમેન્ટમાં રહેતા દિપેનભાઇ વિનુભાઇ માકડીયાના પત્નિ કંચનબેન માકડીયા(ઉ.વ.૩૫)ગત તારીખના રોજ પડવલા મુકામે પોતાના ઘરે બાળકો સાથે ગયેલ હતા. બાદમાં વ્હેલી સવારે બાળકોને પડવલા મુકામે મુકી પરીણીતા મહીલા પડવલાથી ઉપલેટા ખાતે પહોંચ્ચા બાદ ઘર કોઇ કારણોસર કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાનું બહાર આવેલ છે. આ બાબતાી જાણ ઉપલેટા કડવા પટેલ સમાજના આગેવાનોમાં થતા તમામ લોકો લાશની ઓળખ કરવા માટે ઉપલેટાની કોટેજ હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા ત્યાર બાદ લાશની ઓળખ કર્યા બાદ બપોરે સુધી પોસ્ટમાર્ટમ કરી લાશનો કબ્જો તેમના પરીવારને સોંપી આગળની કાર્યવાહી રેલ્વે પોલીસને સોંપી આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલ છે.