સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

એરકન્ડીશન્ડ ફિટીંગ વખતે કમ્પ્રેશરમાં ધડાકો થતા ભાવનગરના યુવાનનું મોતઃ એકને ઇજા

ભાવનગર તા.૬: ભાવનગરમાં રહેણાંકી મકાનમાં એરકન્ડીશનનાં ફિટીંગ દરમ્યાન અચાનક કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં એક યુવાનનું મોત નિપજયું છે જયારે એક ને ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયેલ છે.

બનાવની મળતી વિગતો મુજબ શહેરના વાઘાવાડી રોડ પુજા ફલેટની પાછળ નિરમાના બસ પાર્કીગ પ્લોટની પાસે આવેલ કિશન પાર્ક સોસાયટીનાં પ્લોટનં. ૫૧/સી માં એરકન્ડીશન (એસી) ના ઇન્સ્ટોલેશન માટે બે યુવાનો ફિટીંગ કરી રહયા હતા ત્યારે અચાનક એરકન્ડીશનનાં કમ્પ્રેશરમા ધડાકો થતાં કામ કરી રહેલા કુંભારવાડા વિસ્તારમાં રહેતાં જીજ્ઞેશભાઇ વિનોદભાઇ સોલંકી ઉ.વ.૩૦નું મૃત્યુ થયું હતું. જયારે કુમારભાઇ પ્રતાપભાઇ ચુડાસમા ઉ.વ.૨૦ને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલ છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:46 am IST)