સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેતી મળતી બંધ થતા અનેક ઠામ ઠપ્પ

ધારી તા.૬ : ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રેતી મળતી બંધ થતા બાંધકામને લગતા તમામ કામો બંધ થયેલ છે. કોન્ટ્રાકટરો અને બાંધકામને લગતા તમામ રોજગાર બંધ થયેલ છે. સાથોસાથ વિકાસને લગતા કામો પણ રેતી ન મળતા ખોરંભે પડેલ છે.

ત્યારે રોયલ્ટી ભરીને રેતી આપવામાં આવે તેવી માંગણી ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપના પ્રમુખ પરેશ પટણી દ્વારા કલેકટર સાહેબને લેખીતમાં રજૂઆત કરેલ છે. બાંધકામોના કામ બંધ થતા નાના મોટા તમામ મજૂર વર્ગ સહિત તમામની રોજીરોટી બંધ થયેલ છે. રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે જે કાર્યવાહી શરૂ કરેલ છે તે યોગ્ય છે પણ સત્વરે યોગ્ય કરી કાયદેસર રોયલ્ટી ભરી રેતી આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.

(11:42 am IST)