સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ભાવનગર : અખિલ ભારતીય સંત સમિતીની બેઠકમાં વિવિધ ઠરાવો

ભાવનગર તા.૬ : સમગ્ર ભારતમાં સર્વ માટે સમાન કાયદો હોવો જોઇએ. આ શબ્દો દિલ્હીના અખંડ પરમધામ દિલશાહ ગાર્ડન ખાતે ભરૂચ (ઝાડેશ્વર)ના પૂ.મહામંડલેશ્વરશ્રી અલખગીરી મહારાજએ ઉચ્ચાર્યા હતા. તેઓએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર માટે ધારાનં. ૩૭૦ હટાવવાની ઉગ્ર માંગ કરી હતી. અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં ધર્મ રાષ્ટ્ર, ગૌરક્ષા તેમજ ગંગારક્ષા સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે વિધ વિધ ઠરાવો કરવામાં આવ્યા.

બે દિવસની મળેલ બેઠકમાં ૪૫૦ થી વધુ પ્રાંતોના અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓએ રણનિતી નકકી કરેલ.

જેમાં સંતો, હરિદ્વારથી ગંગા જળ લઇ પગપાળા જલીયાનવાળા બાગ જઇ ગંગાજળથી શુધ્ધ કરી શહિદોને શ્રધ્ધાંજલી અર્પશે. દિલ્હી અખંડ પરમધામ દિલશાહ ગાર્ડનના મહામંડલેશ્વર પૂ.સ્વામી અનુભૂતાનંદગીરી મહારાજ શિષ્યગણે આપેલ વ્યવસ્થાને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ બિરદાવી હતી.

(11:41 am IST)