સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ગુજરાતમાં સોૈપ્રથમવાર વિદ્યાર્થીનીઓ માટે ફ્રી બસ સર્વિસના સવારના પાંચ રૂટનો પ્રારંભ

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ અને દેવરાજનગર દ્વારા : ''દિકરી વ્હાલની વિરડી'' શિર્ષક હેઠળ લોકસંગીત કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૬: શ્રી સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકંુવરબા મહિલા કોલેજ દ્વારા યશવંતરાય નાટયગૃહ ખાતે ભવ્ય ભાતીગળ લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

''દિકરી વ્હાલની વિરડી'' શિર્ષક હેઠળ ભાતીગળ ગુજરાતના લોકસંગીતનો ભવ્ય કાર્યક્રમ ''મોર બની થનગનાટ કરે'' રજુ કરવામાં આવ્યું હતું.

દિકરી એટલે ઇશ્વરના આર્શિવાદ, દિકરી એટલે લક્ષ્મીનો અવતાર, આપણી સંસ્કૃતિની મુળભુત પરંપરામાં દિકરીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી પરંપરામાં દિકરીના અનેક રૂપોનું વર્ણ કરવામાં આવ્યું છે. સ્ત્રીમાં દિકરી, બહેન, પત્ની, માતા જેવા અનેક રૂપો જેવા મળે છે.

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ''દિકરી ''વ્હાલની વિરડી'' શિર્ષક હેઠળ ગુજરાતી લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભાતીગળ લોકસંગીતનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી મુળભુત ગુજરાતી લોકસંગીત આજના યુવા વર્ગમાં પ્રચલીત બને તે હેતુથી આ કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય લોક સંગીતનો કાર્યક્રમ ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઇ મકવાણા અને તેમની સાજિંદા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની સાથે ગુજરાતમાં સોૈપ્રથમવાર વિદ્યાર્થીનીઓ માટે ફ્રી બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૮થી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને ''બેટી બચાવો-બેટી પઢાઓ'' ના સુત્ર ને સાર્થક કરવા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનોઓ માટે ગ્રામીણ વિસ્તારમાં ટાણા, અગિયાળી, દેવગણા, સોનગઢ, મીઠી વિરડી અને શહેરી વિસ્તારોમાં કુંભારવાડા, તરસમિયા, ચિત્રા, ટોપ થ્રી, અકવાડા, સિદસર, આનંદનગર જેવા વિસ્તારોમાંથી કોલેજે વિદ્યાર્થીનીઓને આવવા-જવા માટે ફ્રી બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફ્રી બસ સુવિધાનો પ્રારંભ ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી માનનીયશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ગુજરાત પ્રદેશ ભા.જપ.ના પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

(11:40 am IST)