સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th June 2020

ગીર સોમનાથના ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો: આંબા પરથી કેરીઓ ખરી પડી

ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન

સોમનાથ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન થયું છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાદળોમાં કાળા ડિંબાગ વાદળો થઈ ગયા હતાં અને તોફાની પવન શરૂ થયો હતો ત્યાર બાદ પવનની સાથે સાથે વરસાદ પણ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડતાં ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ તુટી પડતાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન પહોંચ્યું છે.

(1:31 pm IST)