સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th June 2020

જૂનાગઢ મ્યુ.કોર્પોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઢગલાબંધ રાહતલક્ષી નિર્ણયો લેવાયા

સોશ્યલ ડિસ્ટન્સ સાથે મળેલી બેઠકમાં બહુમતીથી ચેરમેન રાકેશ ધુલેશીયાએ નિર્ણયો લીધા

જૂનાગઢ,તા.૬: જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક ચેરમેન રાકેશ ધૂલેશીયા, કમિશનર સુમેરા, નાયબ કમિશનર લિખીયા ઉપસ્થિત સદસ્યશ્રીઓ શશીકાંતભાઇ ભીમાણી, પુનિતભાઇ શર્મા, સંજયભાઇ કરોડીયા, ગિરીશભાઇ કોટેચા, બાલાભાઇ રાડા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીભા, આદ્યશકિતબેન મરમુદાર, સરલાબેન સોઢા, સેક્રેટરીશ્રી અને ઉપસ્થિત અધિકારીઓ વચ્ચે યોજવામાં આવેલ હતી. જે અગાઉ ડે.મેયર સ્થાપી સમિતી ચેરમેન શાસકપક્ષના નેતાશ્રી /દંડક મહામંત્રીઓ તથા ઉપસ્થિત સદસ્યશ્રીઓ દ્વારા સંકલનની બેઠક યોજી સમગ્ર આયોજન નકકી કરવામાં આવેલું હતું.

મહાનગરપાલિકા કચેરીના મુખ્ય ખંડ (શ્રી દિનદયાળ ઉપાધ્યાય સભાખંડ)માં આ બેઠક સોશ્યલ ડિસ્ટન્સ્ટીંગના સંપૂર્ણ પણે પાલન સાથેની બેઠકમં યોજવામાં આવી હતી. વિકાસકારી નિર્ણયો લેવાયા છે.

આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામશાખા તથા સ્ટોર શાખા અને વોટર વર્કસ શાખા મહત્વનો કામો હાથ ધરી શકાય તે માટે વાર્ષિકભાવોની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી આપવામાં આવેલ.

નાગરીકોને હાલ કોરોના કોવીડ-૧૯ મહામારી અંતગત નાગરીકો મહાનગરપાલિકા કચેરીએ અથવા ઓનલાઇન ઘરવેરાની ટેકસની રકમ ભરવા માંગતા હોઇ તેઓને સને ૧૯*૨૦ સહીતના અગાઉના તમામ બાકી માંગણા પર લેવા પાત્ર એપ્રિલ -૨૦૨૦ના ૧.૫% તથા મે -૨૦૨૦ના ૧.૫% કુલ મળીને ૩% વ્યાજમાંથી ુમુકિત આપવાનો (વ્યાજ માફીની) દરખાસ્ત મંજુર કરી છે.

જ્યા જયાં ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહેલ છે. ત્યાં જરૂરી રોડ વર્ક કરવા માટેની દરખાસ્તને મંજુર કરેલ છે.

મહાનગરપાલિકા જૂનાગઢ જમીનભાડા તથા ઇમારતભાડાના વ્યાજ માર્ચ ૨૦૨૦થી મે-૨૦૨૦ સુધી માસ-(૩)નું ફકત ભાડું જ વસુલ લેવા ૧૬ એપ્રિલથી ૩૧ જુલાઇ સુધી માફી આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૫ વિસ્તારમાં વિકાસકામોની ટેન્ડર પ્રક્રિયાન મંજુરી તેમજ ૧૪ મા નાણાપંચની પ્રથમ હપ્તાની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૧૫ વિકાસકમોની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી આપવામાં આવેલ છે.

મહાનગરપાલિકા કચેરીમાં જુદા જુદા કેડરની હેલ્થ વિભાગની ભરતીઓ કુલ -૫૦ કરવાની કમિશનરશ્રીની દરખાસ્તને મંજુરી આપવામાં આવેલ છે. વોટરવર્કસ શાખા હસ્તકના ફીલ્ડરપ્લાન્ટ ખાતે ૮૦૦ કેવીએ ટ્રાન્સફોર્મર સપ્લાય કરી ફીટ કરવા માટેનું રૂ. ૧૩ લાખનું કામ મંજુર કરેલ છે.

 મહાનગર વિસ્તારમાં વોર્ડ નં. ૧ થી ૧૫માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા બાદ ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પાસેથી નેગોશીએસન કરાવી રૂ.૧૫૯૧ પ્રતિટન ભાવોની કામગીરી મંજુર કરી અલગ અલગ ૪૭ સાઇટ પર આવેલા હોર્ડિંગ્સ બોર્ડને લાયસન્સ ફીથી કોન્ટ્રાકટ બેઇઝથી સોંપવા માટેની શરતો/ નિયમોને મંજુર કરવામાં આવેલ છે.

(1:13 pm IST)