News of Thursday, 6th June 2019
જામનગરમાં ટીપી સ્કીમની અમલવારીની માહિતી મંગાઇ
જામનગર તા.૬: જામનગર નગર પ્રાથમિક શિક્ષક સમિતિના સભ્ય નિતીનભાઇ માડમે મ્યુ. કમિશ્નરને એક પત્ર પાઠવીજામનગર શહેરમાં ટીપી સ્કીમના અમલીકરણનીમાહિતી માંગવામાં આવી છે.
આ માહિતીમાં ટીપી સ્કીમની શરૂઆત, ટીપી સ્કીમના અમલીકરણ બાદ તેમાં આપવામાં આવતી જરૂરી સુવિધાઓ, ર૦ વર્ષમાં હેતુફેર થયેલ જમીનની વિગતો, ૧૯૮૭થીટીપી સ્કીમ-ર જાહેર થયેલ છે પરંતુ તેની અમલવારી શા માટે કરેલ નથી તેમજ ટીપી સ્કીમના અમલમાં કાંઇ કોર્ટ મેટર થયેલ છે કે કેમ ? વિગેરે વિગતો આપવા પત્રમાં જણાવેલ છે.
(11:58 am IST)