સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th June 2019

અંજારના દુધઇમાં

જમીન પોતાને નામે કરવા દીકરાએ ૮૧ વર્ષના વૃદ્ઘ પિતાને માર માર્યોઃ પોતે પણ ઝેરી દવા પીધી

ભુજ, તા.૬: જર, જમીન અને જોરું એ ત્રણ કજીયાના છોરું એ ઉકિતને સાચી દર્શાવતો બનાવ અંજારના દૂધઇ ગામના પાટીદાર પરિવારમાં બન્યો હતો.

૮૧ વર્ષના વયોવૃદ્ઘ ગણેશભાઈ નારાણ ચામરીયાએ (પટેલ) દૂધઇ પોલીસ સ્ટેશને પોતાના ૫૮ વર્ષીય મોટા પુત્ર રૂપા ગણેશા ચામરીયા વિરુદ્ઘ જમીન પોતાના નામે કરવા માટે માર મારી, ગળું દાબી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના બાદ વૃદ્ઘ પિતાને બે પુત્રીઓ અને નાની પુત્રવધુએ હોસ્પિટલ ખસેડયા હતા. જોકે, પુત્ર દ્વારા પિતાને માર મારવાની દ્યટનાએ નાનકડા એવા દૂધઇ ગામમાં ચકચાર સર્જતાં ૫૮ વર્ષીય પુત્ર રૂપાભાઈએ ઝેરી દવા પી લીધી હતી.

તેને સારવાર માટે અંજાર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન લઈને આ કિસ્સાની તપાસ હાથ ધરશે.

(11:52 am IST)