સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th June 2019

સોમનાથ દર્શને પધાર્યા સવા દોઢ ફુટના વામન સંત

પરિવાર દ્વારા ઉંચકીને કરવાયા દર્શનઃ સંત આજે દ્વારકામાં

વેરાવળ-પ્રભાસ પાટણ, તા.૬: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ ના મંદિરે આજે સવા ફુટ લંબાઈના અઢાર કિલો વજન ધરાવતા વામન સંત દર્શન આવતા યાત્રિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આ સંત સોમનાથમા આવેલ જીવરાજ બાલુ ધર્મશાળા (મામા)ના સંચાલક એ તેમની રહેવાની જમવાની વ્યવસ્થા કરી આપી હતી .

ચારધામ યાત્રા એ નિકળેલઙ્ગ ટચૂકડા વામન સંત નું નામ બાવનભગવાન છે તેની ઉંમર પચાસ વર્ષ છે અને ઝાંસી જીલ્લા ના લલિતપુર તાલુકાના કરેગ ગામના વતની છે અને પાંચ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે સવાદોઢ ફુટ ઉંચાઈ મા તેનુ માથું અને પેટ જ જોઇ શકાય છે ત્યારે હાથ પગ કામ આપી શકતા નથી તેને ઉંચકીને જમવાનું નિત્ય કર્મ અને દેવ દર્શન તેની સાથે ના પરિવાર શંકર પંડીત આરતી પાઠક અને દિપક પાઠક તેમની સાથે રહે છે દરરોજ સવારે સાંજ આ બાપુ પુજા પાઠ કરે છે અને માત્ર એક ટાઇમ જમવાનું ભોજન કરે છે

આ બાપુ નાસિક, ગંગાસાગર, શેરડી સાંઇબાબા, ઉજ્જૈન, ઈન્દોર, આલહાબાદ, કુંભ હરિદ્વાર વૈષ્ણવ દેવી, શારદામાતા મંદિર, ચિત્રકુટ, યાત્રા કરી ચુકયા છે અને છ જુન દ્વારક પધારે છે, સવા ફુટ ના આ બાપુ ઉભી શકતા નથી તેમની સાથે આવેલ સાથીદાર ખોળામાં ઉચકી બાપુ ને સોમનાથ જયોતિર્લિંગ ના દર્શન કરાવ્યા હતા દર્શનથી બાપુ ધન્ય ધન્ય બન્યા હતા. (તસ્વીર.અહેવાલઃ મીનાક્ષી ભાસ્કર વૈદ્ય. દિપક કકકડ. પ્રભાસપાટણ)

(11:51 am IST)