સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

ભેંસાણમાં કોરોના મહામારીમાં ર૦૦ કિ.મી. દુરથી ઓકિસજન લાવીને દર્દીઓ માટે વિનામુલ્યે વિતરણ

બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ મેહુલ દવેની કાબિલેદાદ સેવા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. કોરોના મહામારી વચ્ચે જુનાગઢથી ર૦૦ કિ. મી. ભાવનગર જઇને ત્યાંથી ઓકિસજન લાવીને કોરોના દર્દીઓ માટે વિનામુલ્યે વિતરણ કરવાની સેવાકિય પ્રવૃતિ બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ અને સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી મેહુલભાઇ દવે દ્વારા કરવામાં આવી રહી છે.

મેહુલભાઇ દવેએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારીના સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનોને શકય એટલી વધુ મદદ કરી શકીએ એ માટે આ સેવાકાર્ય શરૂ કર્યુ છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને નાના ઓકિસજનના બાટલો તેના પેટ્રોલ પંપ ખાતે  વિના મુલ્યે ભરી આપવામાં આવે છે.

આ માટે સતત પેટ્રોલિયમ, જુનાગઢ રોડ, ભેંસાણ ખાતે મેહુલભાઇ દવેનો (મો. ૯પ૭૪૧ રપ૭પ૧) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(1:12 pm IST)