સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

કલ્યાણપુરના કાનપર શેરડી ગામમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ નહિં

સરપંચ અને ગામના આગેવાનોનો સયુંકત પ્રયાસથી ગામ કોરોના મુક્ત

 

કલ્યાણપુરઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રથી  રાહતના સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ છતાંયે જિલ્લાનું એક ગામ કોરોનામુકત બન્યું છે. કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ નથી ,સરપંચ અને ગામના આગેવાનોનો સયુંકત પ્રયાસ રંગ લાવ્યો છે. કોરોનાની બે બે લહેર વચ્ચે પણ ગામડું કોરોનામુકત બન્યું છે.

(12:41 pm IST)