News of Thursday, 6th May 2021
આજથી ભુજમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત: કાર કે બાઇકમાં બેસીને લઇ શકાશે કોરોના રસી
લેઉવા પટેલ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ
ભુજ : રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી મોટા લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે. આ દરમિયાન આજથી ભુજમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત થઈ છે. લેઉવા પટેલ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. સવારે 8 થી 11 અને સાંજે 4 થી 7 કલાક એમ બે સ્લોટમાં વેક્સીનેશનની કામગીરી કરવામાં આવશે. બંને સ્લોટમાં 100-100 લોકોને રસી આપવામાં આવશે.
બુધવારે કચ્છમાં કોરોનાના નવા 173 કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જ્યારે 175 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કુલ 3444 લોકોએ રસીકરણ કરાવ્યું છે.
(12:35 pm IST)