સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

ભાવનાબેન ગોંડલિયા મહિલા ભાજપ મંત્રી પદેઃ દિલીપ સંઘાણીના અભિનંદન

રાજકોટ તા. ૬ :.. ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવાએ પોતાની નવી ટીમ જાહેર કરી છે. જેમાં મહિલા મોરચાના પ્રદેશ મંત્રી તરીકે અમરેલીના શ્રીમતી ભાવનાબેન ગોંડલીયાની વરણી કરવામાં આવી છે. તેણી વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય છે. તેણી નેશનલ કો. ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયાના ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની વરણીને જાણીતા સહકારી અગ્રણી પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

(11:49 am IST)