સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

જામનગરમાં બુધવારે પણ કોરોના કેસનો દૈનિક આંકડો ૭૦૦ની ઉપર જ રહ્યો, સતાવાર કોરોનાથી મોતનો આંકડો ૧૪

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. પ :  જિલ્લામાં બુધવારે પણ છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો  ૭૦૦ને પાર જ રહ્યો હતો.  જામનગર શહેરમાં ૩૯૮ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૩૯ મળી જિલ્લામાં કુલ

 ૭૩૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરમાં ૩૦૪ દર્દીઓ અને ગ્રામ્ય માં ૨૨૧ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ પણ થયાં છે. ગઈકાલે જામનગર શહેરમાં ૮ મોત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૬ મોત થયા હોવાનું જાહેર કરાયું છે.

(11:48 am IST)