સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th April 2020

કોરોના વાયરસ પશુઓમાં પણ ફેલાવવાનો ફફડાટ : પોરબંદરના ફાર્મમાં તમામ અશ્વને સૅનેટાઇઝ કરાયા

પશુઓને સેનિટાઇઝ કરવા માટે ડેટોલ તથા પોટેશિયમ પરમેંગેનેટની ગોળી પાણીમાં નાખી

પોરબંદર: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાઇરસ હવે પશુ અને અન્ય જાનવરોમાં ફેલાય તેવી શક્યતા દેખાઈ છે અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં વાઘણને કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો છે

 પશુઓમાં આ વાઇરસને ફેલાતો અટકાવવા પોરબંદરમાં આવેલા વિક્રમ સ્ટડ ફાર્મમાં 19 જેટલા અશ્વોને સેનિટાઇઝ કરાયા છે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે તકેદારી રખાઈ છે

  આ અંગે વિક્રમ સ્ટડના માલિક રાજેશ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકડાઉન લાગૂ કર્યા અગાઉ જાન્યુઆરી- ફેબ્રુઆરી મહિનામાં પંજાબ અને રાજસ્થાનમાં પશુ મેળાઓ યોજાયા હતા. જેમાં અનેક વિદેશી લોકો પણ સામેલ થયા હતા. જેથી ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો થવાની શક્યતાઓ રહેલી છે

 રાજેશ જાડેજાએ ગુજરાતના તમામ પશુપાલકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પશુઓ પાછળ વધારે ખર્ચ કરવાને બદલે પશુઓની બાજૂમાં લીમડાનો ધુમાડો કરી તેને માખી અને મચ્છરનોથી દૂર રાખવા પ્રયાસો કરો. આ ઉપરાંત તેમણે પશુઓને સેનિટાઇઝ કરવા માટે ડેટોલ તથા પોટેશિયમ પરમેંગેનેટની ગોળી પાણીમાં નાખી પશુઓને નવડાવવા અંગે કહ્યું છે. જેથી કરીને પશુઓમાં કોરોના સંક્રમણનો સમય ઘટી જશે અને આ મહામારીથી પશુઓને પણ બચાવી શકાય.

(11:42 pm IST)