News of Monday, 6th March 2023
ભચાઉ અને રાપરના વિવિધ ગામોમાં વંટોળિયાના લીધે હૉર્ડિંગ્સ તથા મકાનોના પતરાં ઉડ્યાં
રાપરના ખેંગારપર, ગવરીપર સહિતના આસપાસના ગામોમાં વંટોળના લીધે ખેતરોમાં ઉભો મોલ પણ જમીનદોસ્ત
ભચાઉ અને રાપર તાલુકાના વિવિધ ગામોમાં વંટોળિયાના લીધે હૉર્ડિંગ્સ તથા મકાનોના પતરાં ઉડ્યાં હતા. રાપરના ખેંગારપર, ગવરીપર સહિતના આસપાસના ગામોમાં વંટોળના લીધે ખેતરોમાં ઉભો મોલ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો.
ભુજ શહેરમાં પણ અચાનક મેઘાંડબર રચાયો હતો અને ક્યાંક કરાં સાથે ઝાપટું વરસ્યું હતું. ભુજ એપીએમસીમાં ખુલ્લાંમાં રહેલી કેટલીક જણસો પલળી ગઈ હતી. ભુજના નાના વરનોરા, નાડાપા સહિતના વિવિધ ગામોમાં કરાં વરસ્યાં હતા. જો કે, ગણતરીના કલાકો બાદ વાતાવરણ પુનઃ સ્વચ્છ થઈ ગયું હતું.
|
(11:23 pm IST)