સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા કીમતી મોબાઈલ શોધી પરત કર્યા.

મોબાઈલ ફોનએ આજની જીવનશૈલીનો એક ભાગ છે. હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે. લોકોના ઘણાં ખરા કામ ઘર બેઠા મોબાઈલથી જ થઈ જાય છે. ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા નાગરિકોના કુલ રૂપિયા 80 હજારના ખોવાયેલા મોબાઈલ શોધી આપી પરત કર્યા છે.

 આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા કાર્યરત હોય જેમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા અને કિર્તિસિંહ બહાદુરસિંહએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી રૂપિયા 80 હજારની કિંમતના 5 જેટલા મોબાઇલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને પણ સાર્થક કરી હતી.

 

(11:07 pm IST)