News of Monday, 6th March 2023
અમરેલીમાં ઉનાળામાં નદીમાં આવ્યા પૂર: બોરડી ગામની શેત્રુંજી નદીમાં પાણી આવ્યું
અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી થઈ રહેલા વરસાદને પગલે બોરડી ગામની શેત્રુંજી નદીમાં પાણી આવ્યું હતું. શેત્રુંજી નદીમાં પાણી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે.
(10:05 pm IST)