ગોંડલ પાસે અકસ્માતમાં બે ના મોતથી અરેરાટી : એક મૃતકની ઓળખ અંગે તપાસ
બીલીયાળા પાસે ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા ચાલક ધોરાજીના યુવાન અને અજાણ્યા યુવાનનું મોત
ગોંડલ,તા.૬ : અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રીના ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા બે યુવાનના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલીયાળી ગામના પાટીયા પાસે રાત્રિના એક વાગ્યાના સમયે ઞ્થ્ ૦૩ ગ્ષ્ ૫૩૨૭ નંબર નો ટેમ્પો ધોરાજી થી ટમેટા ભરી રાજકોટ જઈ રહ્યો હતો.ત્યારે આગળ ઉભેલા GJ 32 V 5196 નંબરનાં ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ચાલક મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ઉ.૩૫ તથા તેની સાથે રહેલા અજાણ્યા યુવાન નુ કમ કમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. ઘટનાના પગલે તાલુકા પોલીસના મહિપાલસિંહ ચૌહાણ માનવ સેવા ટ્રસ્ટના પ્રફુલભાઈ રાજ્યગુરુ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનના મળતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા ધોરાજીના દાણીકોઠા કાંગરા કોમ્પ્લેક્ષ મા રહેતા મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ટેમ્પો ચલાવી પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા અને પરણીત હતા.જ્યારે અન્ય મળતક યુવાન ની ઓળખ થઈ ના હોય તેના મળતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ મા ફ્રીઝર રૂમ મા રખાયો છે.મળતક યુવાને કેશરી કલર નુ ટીશર્ટ તથા લીલા કલરનું ટ્રેક પેન્ટ પહેર્યા છે.તેના જમણા હાથ ના કાંડા પર ઑમ તથા વિંછી ત્રોફાવાલા હોય વાલી વારશે તાલુકા પોલીસ તથા માનવ સેવા ટ્રસ્ટ પ્રફુલભાઈ રાજ્યગરૂ મો.૯૭૨૭૭૦૦૧૦૧ નો સંપર્ક કરવા યાદી મા જણાવાયુ છે. બનાવ અંગે તાલુકા પોલીસના ધમભા જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.