સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

ધોરાજી : માધવ ગૌશાળા ખાતે કષ્ટભંજન હનુમાનજીનો ૩જો પાટોત્સવ ૨૧ કુંડી મારૂતીયજ્ઞમાં ૬૩ યુગલોએ ધર્મલાભ લીધો

ધોરાજી : માધવ ગૌશાળા ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ૩જો પાટોત્સવ યોજાયો હતો. જેમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી કુંજ સ્વામી અને માધવ પ્રિયદાસ સંતશ્રીઓએ આશિર્વચન આપેલ. માધવ ગૌશાળાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ તકે માધવ ગૌશાળા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ અપાય છે. તે કિટનું વિતરણ આરડીસી બેંક યુવા ડીરેકટર લલીતભાઇ રાદડીયાના હસ્તે વિતરણ કરાયુ હતુ. રાત્રે રાસોત્સવ યોજાયો હતો. આ તકે લલીતભાઇ રાદડીયા, નિમીશભાઇ ધડુક, રણછોડભાઇ કોયાણી, ડે.કલેકટર મીયાણી, મામલતદાર જોલપરા, માન બિલ્ડરવાળા વિપુલભાઇ ઠેસીયા, ખોડલધામ સમિતિના વિમલ કોયાણી, પ્રવિણભાઇ લાખાણી, વિ.ડી.પટેલ, હરસુખ ટોપીયા, સંજયભાઇ રૂપારેલીયા, હેમંતલાલ પાનસુરીયા, નટુભાઇ વૈષ્ણવ સહિતના હાજર રહ્યા હતા. ભુપતભાઇ કોયાણીએ સૌને આવકારેલ હતા. બહેનો પણ હાજર રહેલ અને સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહી માધવ ગૌસેવાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(1:37 pm IST)