સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા બનાવમાં પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૬: મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક વ્યકિતને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી. જે બનાવ અંગે બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષભાઈ અગેચાણીયાની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઈ અગેચાણીયાને તેના પ્રેમી જુમા સાજણ માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જેથી શૈલેષભાઈ અગેચાણીયાને ગમતું ન હોય જેથી ગત તા.૨૭ થી તા.૩ સુધીના સમય ગાળા વચ્ચે કોઈ પણ સમયે આરોપીઓ યાસ્મીન ઉર્ફે આરતી અને જુમા માજોઠીએ શૈલેષને કોઈ પણ રીતે આરોપી જુમા માજોઠીના ઘરે બોલાવી હત્યા કરી ઘરના પાછળના ભાગે આવતી નદીના પાળા પાસે મૃતદેહ દાટી દઈને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો જે બનાવ અંગે મૃતકના બહેન સુમિતાબેન અગેચણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં પી.આઈ આઈ એમ કોઢિયાની ટીમે તપાસ શરુ કરી હતી જેમાં પોલીસ સુત્રોમાંથી મળટી વિગત મુજબ આ હત્યા કરવમાં બે થી વધુ શખ્સોએ હોવાનું માહિતી મળી હતી જેમાં પોલીસે હત્યામાં સામે મુખ્ય આરોપી જુમા માજોઠીએ અને શાહરૂખ મેહ્રબુબભાઈ મેમણ સહિતના બે શખ્સોને ઝડપી લીધા છે તો મુતક ની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી પણ પોલીસના હાથવેતમાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(1:36 pm IST)