સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

વાંકાનેરના ઘીયાવડમાં લગ્નમાં પીરસવાના ડખ્ખામાં પરબત પર હુમલો

રાજકોટ તા. ૬: વાંકાનેરના ઘીવાવડ ગામે લગ્ન પ્રસંગમાં પીરસવા બાબતે થયેલી ચડભડનો ખાર રાખી પરબત દેવાભાઇ  થોરીયા (ઉ.વ.૨૫)ને ગામના જ વિપુલ વાઘેલા, વિક્રમ વાઘેલા, વિપુલના માતા સહિતે માર મારી ધારીયા-છરી-પાઇપથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાબડે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પરબતના ભાઇ સુરેશભાઇના કહેવા મુજબ બે દિવસ પહેલા વિપુલ વાઘેલાના મોટા બાપુના દિકરના લગ્ન પ્રસંગમાં પીરસવા બાબતે પરબત અને વિપુલ વચ્ચે ચડભડ થઇ હતી. આ બાબતનો ખાર રાખી ગત રાતે પરબત કરિયાણાની પોતાની દૂકાને હતો ત્યારે વિપુલ સહિતે આવી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

પારડીના પંકજે રાજકોટ આવી ફિનાઇલ પીધી

શાપરના પારડી ગામે રહેતાં પંકજ મહેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૩)એ રાજકોટ અમીનમાર્ગના ખુણે ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. કલેશને કારણે આમ કર્યાનું બહાર આવ્યું હતું.

(1:30 pm IST)