સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

જેતપુર પાલિકા દ્વારા સુવિધાઓથી વંચિત રખાતા વોર્ડ નં. ૭ના લોકોની રેલી

(નિતીન વસાણી) નવાગઢ તા. ૬ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરીણામોના પડઘમ હજુ લોકો ભૂલ્યા નથી અને ભાજપ ને બહુમતી થી સતા આપી છે ત્યાં જ જેતપુર શહેરમાં લોકોને પાયાની રોડ,રસ્તા,ગટર સહિતની પ્રાથમિક સુવિધા ન મળતાં લોકોમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.

જેને કારણે બાપુની વાડી વિસ્તારના રહીશો જેમાં મહિલા પુરૂષો અને બાળકો સાથે લઈ એક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢેલ આ રેલી આ વોર્ડમાંથી ચૂંટાયેલા. મહિલા સદસ્યા ગીતાબેન જીતુભાઇ જાંમબુકીયાની ઘેર તેઓને રજુઆત કરતા એક પણ પ્રશ્નનો તેઓ જવાબ આપી શકયા ન હતા. ત્યાર બાદ આજ વોર્ડના સેનિટેશન ચેરમેન સ્વાતિબેન સંજયભાઈ જોટગિયાને ઘેર જઈને તેમના વિભાગના પ્રશ્નો પૂછતા તેઓ પણ જવાબ આપી શકયા ન હતા, આ સમયે ઉપસ્થિત તેમના પતિએ પોતે પોતાની પત્નીના બદલે જવાબ આપવાનો આગ્રહ રાખલો જેનો રજુઆત કરનારાઓએ વિરોધ કારેલ.

છેલ્લા ઘણાં સમયથી રોડ, રસ્તા, પાણી, ગટર, વીજળી, સફાઈ, સહિતના લોકોની પ્રાથમિક જરૂરિયાત મુજબના પ્રશ્ર્નોની માંગ કરી રહ્યાં હતાં. બાપુની વાડી વિસ્તારમાં લોકોની માંગ ન સંતોષાતા આજે આ વિસ્તારના લોકોએ એક અનોખો વિરોધ કરીને રેલી કાઢીને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેતપુર નગર પાલિકા વોર્ડ નંબર -૭ના રહીશોએ બાપુની વાડી ખાતેથી બહોળી સંખ્યામાં મહિલાઓ અને લાઉડ સ્પીકર સાથે રેલી કાઢી હતી અને આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરીને તેમના ચૂંટાયેલા વોર્ડ નંબર ૭ના ભાજપના મહિલા પ્રતિનિધિ ગીતાબેન જીતુભાઇ જામબુકીયા અને સ્વાતિબેન જોટંગીયાના ઘરે પહોચી હતીં.રેલીમાં ઉપસ્થિત લોકોએ પોતાના મહિલા પ્રતિનિધિને રજુઆત કરતા ખૂદ તેમના લોકસેવક જાણે નગરપાલિકાથી જ અજાણ હોવાનું જણાવતા લોકો પણ ચકિત થઈ ગયાં હતા. બાદમાં રેલી નગર પાલિકા સેવા સદન ખાતે પહોચી હતી અને નગર પાલિકાના ચિફ ઓફિસરના પ્રતિનિધીને રોડ રસ્તા સહિતની અનેક પ્રાથમિક સુવિધાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનિક સ્વરાજની તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીમાં હંમેશા નેતાઓ લોકોને હંમેશા પોતાની પ્રાથમિક જરૂરિયાત મુજબના પ્રશ્નો સંતોષવાની ખાત્રી આપતા હોય છે. અને ચૂંટણીમા વિજયી થતાંજ બધુજ ભૂલી જતા હોય છે. આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ન.પા. જો નિષ્ફળ જશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(1:28 pm IST)