સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

હિમતનગર ખાતે ઓલ ઇન્ડીયા BSNL DOT પેન્શનર્સ એસોસીએશનની ગુજરાતની ૧૪મી ડીસ્ટ્રીકટ બ્રાંચનો શુભારંભ

જામનગર તા. ૬ :.. હિંમતનગર ખાતે ઓલ ઇન્ડીયા BSNL DOT પેન્શનર્સ એસોસીએશન ગુજરાતની ૧૪મી બ્રાંચની સ્થાપના અંગેનો નટુભાઇ એન. પટેલ ગુજરાત સર્કલના પ્રેસીડેન્ટના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયેલ. મનુભાઇ બી. ચનીયારા ગુજરાતના સર્કલ સેક્રેટરીએ અધિવેશનનો શુભારંભ કરાવેલ. વી. ડી. ધમસાણીયા ગુજરાત સર્કલના વાઇસ પ્રેસીડેન્ટ, એન. એન. કનેરીયા જામનગરના ડીસ્ટ્રીકટ સેક્રેટરી, ઉપસ્થિત રહેલ. બીએસએનએલ એમ્પ્લોઇઝ ગુજરાત સર્કલના આગેવાન વી. કે. પંડયા, અરવિંદ પ્રસાદ, હિમતનગર બીએસએનએલ એમ્પ્લોઇઝના મુખ્તાર આલમ, એ. એસ. અન્સારી, એચ. કે. સીસોદીયા, ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. ૧પ૦ થી વધુ સભ્યો સંસ્થામાં જોડાયેલ. નટુભાઇ પટેલએ જે નિવૃત કર્મચારી જોડાયેલ ન હોય તેને સંસ્થામાં જોડવા અપીલ કરેલ તથા નવી કારોબારીએ વધુ સંખ્યામાં પેન્શનર્સ જોડાયએ માટે પ્રયત્ન કરવા અને એ માટે કેટલાક સુચનો પણ કરેલ.

મનુભાઇ બી. ચનીયારા ગુજરાતના સર્કલ સેક્રેટરીએ સંસ્થાનો તથા બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના તા. ૧-૧-ર૦૧૭ થી પગાર પંચથી ડીલીક કરી (જુદા પાડી) પેન્શન રીવીઝન તથા તા. ૧-૧૦-ર૦ર૦ થી બંધ કરેલ મોંઘવારી ચુકવવા, બીએસએનએલ વીઆરએસની બાકી રહેતી ૮ ટકા રકમ ચુકવવા, મેડીકલના બાકી બીલ ચુકવવા, બીએસએનએલ.ના વીઆરએસ રીટાયરીને કલમ ૧પ૪ ઇકમટેકસ મુજબ આપેલી નોટીસ અંગે યોગ્ય કરવા સીજીએચએસ મેડીકલ સ્કીમ સ્વીકારવાના બીએસએનએલ. નિવૃત કર્મચારીને તેને ભરેલ તા. ૧-૪-ર૦૧૯ થી બાકી રહેનારને રકમ ચુકવા તથા અન્ય માગણીના અનુસંધાને વિસ્તૃત વકત્વ્ય આપી માહિતી આપેલ. હાજર રહેનાર તથા બ્રાંચ શરૂ કરવા બદલ હિમતનગરના બીએસએનએલ.ના નિવૃત કર્મચારીઓને અભિનંદન આપેલ તથા વરાયેલ કારોબારીનાં સભ્યોને ડીસ્ટ્રીકટ પ્રેસીડેન્ટ, ડીસ્ટ્રીકટ સેક્રેટરી તથા ટ્રેઝરરશ્રીને શુભેચ્છા પાઠવેલ. માત્ર ઇડર તાલુકામાંથી ૧૦૦ સભ્યો જોડાયેલ અને આ માટે જી. જે. ચૌહાણને અભિનંદન આપેલ.

AIBDPAમાં  સભ્ય તરીકે જોડવા ઇડરમાં AIBDPA  ડીસ્ટ્રીકટ પ્રેસીડેન્ટ પી. એસ. ઉપાધ્યાય, મો. ૯૪ર૭૬ ૮૭૧૮૮ તથા ૬૩પ૪૭ ૮૬૦૬૧, હિંમતનગરમાં ડીસ્ટ્રીકટ સેક્રેટરી પી. કે. પટેલ ૯૩૧૩૯ પ૪ર૦૦, મો. ૯૪ર૮પ પપ૧૦૦ તથા ડીસ્ટ્રીકટ ટ્રેઝરર એ. એસ. અન્સારી ૯૪ર૭૬ ૮૮૦૮૮, મોડાસામાં સંગઠન મંત્રી એ. વી. પટેલ મો. ૯૪ર૭૪ ૦ર૬ર૬ તથા ઇડરમાં સંગઠન મંત્રી ગણપતસિંહ જે. ચૌહાણ ૯૪ર૮પ પ૬૮૮૮ તથા ૯૯રપ૭ ૩૯પ૩૩, માલપુરમાં  AIBDPA  ગુજરાતના સંગઠન મંત્રી વી. કે. પંડયાનો ૯૪ર૮૯ ૬૬૬૯૪ નો સંપર્ક કરવા મનુભાઇ બી. ચનીયારા ગુજરાતના સર્કલ સેક્રેટરીએ અપીલ કરેલ છે. AIBDPAના ગુજરાતના આગેવાનો ડી. કે. બકોત્રા, જે. જી. નાયક, એન. જે. દેસાઇ, એમ. કે. દવે, વી. એસ.સરૈય, સી. યુ. દીવેદી, વી. એચ. હલ્દરીયા, વી. એમ. દરજી, કે. પી. સોલંકી, એચ. એન. પંચોલી, જી. બી. દરજી, જે. કે. ભગતાણી, સુનીલ જે. ઠાકર, પી. જે. પટેલ તથા AIBDPAના જનરલ સેક્રેટરીએ શુભેચ્છા પાઠવેલ.

(1:26 pm IST)