સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

ધારી પાસેના જંગલમાં કાર સાથે ઘૂસી જઇ આગ લગાડવાનો પ્રયાસ : ગેરકાયદે સિંહ દર્શન માટે ગયેલા ૪ શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૬: ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડના કાળીધાર અભયારણ્ય વિસ્તારમાં ફોર વહીલ ગાડી સાથે ૪ શખ્સોએ જંગલમાંઅપ્રવેશ કર્યોહતો અને અભ્યારણ વિસ્તારમાં આરોપીઓ બીડી સળગાવી જંગલમાં દવ લાગવાની પરિસ્થિતી કરી હતી ત્યારે વનવિભાગના સ્ટાફને જાણ થતાં ખાંભા વન વિભાગ દ્વારા અમરેલી અને ધારીના કરમદડી અને રાજસ્થળી સહિત ગામના ચારે રાખ્સો સામે કાર્યવાહી કરી અને રૂપિયા ૩.૩૫.૬૦૦ નો દંડ વસુલ કરતા ગેરકાયદેસર સિંહ દર્શન કરતા દર્શનાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત અનુસાર ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડના ભાણીયા ર બીટમાં પાતળાથી જંગલના રસ્તા નજીક અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ જોવાના ઇરાદે જીજે ૦૩ એચએ ૭૭૫૩ નંબરની ગાડી સાથે ૪ આરોપી ઘુસ્યા હતા ત્યારે અને જંગલ વિસ્તારમાં આરોપીઓ દ્વારા બીડી સળગાવી જંગલમાં દવ લાગવાની પરિસિથતી કરી હતીત્યારે વનવિભાગના ફોરેસ્ટ ગાર્ડ જે સી વાળા સહિત સ્થાનિક સ્ટાફ દવારા (૧).હસમુખ રવજી સમાણી (ઉ.વ.૩૪)રે. અમરેલી, (ર). રસિકબાઘા વાધેલા (ઉ.વ.૩૦) રે.કરમદ્ડી,તા.ધારી, (૩)જયંતિ બાઘા વાઘેલા (ઉ.વ.૩૪) રે.કરમદ્ડી,તા.ધારી અને(૪).ચતુર કનુદાતેવાડિયા (ઉં.વ.૩૩)રે.રાજસ્થળી. તા.ધારી સહિત આરોપીઓપોતાની માલિકીનીગાડીલ્યુન્ડાઈએકસેન્ટ જીજે -૦૩-એચએ-૭૭૫૩ લઈ અને અભ્યારણ વિસ્તારમાં સિંહ જોવાના ઈરાદાથી અપ્રવેશ કરી કર્યો હતો અને જંગલ વિસ્તારમાં બીડી સળગાવી જંગલમાં દવ લાગવાની પરિસ્થિતિઉપજાવેલ હતી. ત્યારે વન વિભાગના સ્ટાફ દ્વારા ચારેય આરોપીને મુદામાલ સાથે પકડી પાડેલ ત્યારબાદ તેઓની અટક કરી પુછપરછ કરી

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતીઅને ધારી ગીર પૂર્વના ડીસીએફ અંસુમન શર્માની ખાંભા તુલસીસ્યામ રેન્જનાઆરએફઓરાજલપાઠક દ્વારા આ ગુના કામે એડ્વાન્સ રીકવરી પેટે રૃં. ૩૫,૬૦૦ /- નો દંડની વસુલાત કરવામાં આવેલ હતી ત્યારે જંગલ અને અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। કરતા અને સિંહ દર્શન કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

(1:23 pm IST)