સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

કચ્છમાં ૪૦ ડીગ્રીઃ ધોમધખતો તાપઃ ખંભાળિયામાં ઝાકળ

આખો દિવસ અને રાત્રીના પણ બફારોઃ મહતમ તાપમાનમાં સતત વધારો

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રારંભ થયો છે. કચ્છના ભુજમાં મહતમ તાપમાન ગઇકાલે ૪૦ ડીગ્રીએ પહોંચી જતા આકરા ઉનાળાનો અહેેસાસ થયો હતો.

જો કે ખંભાળિયામાં આજે સવારે ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો.

રાજકોટમાં શુક્રવારે મહતમ તાપમાન ૩૯.૩ ડીગ્રી સેલ્સીયસ પહોંચ્યુ છે. આ સાથે ઉનાળાની સીઝનનું પહેલું સૌથી ઉચું તાપમાન નોંધાયુ છે. ન્યુનતમ તાપમાન પણ વધીને ર૦ ડીગ્રી થયુ છે. ૪૦ ડીગ્રી નજીક  પારો પહોંચતા લોકોએ આકરો તાપનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ગરમી વધવાનો સંકેત આપ્યો હતો.

રાજયના અન્ય શહેરોમાં નોંધાયેલ તાપમાન મુજબ સૌથી વધુ ભુજ જિલ્લામાં ૪૦ ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ૩૯.પ  કેશોદમાં ૩૯.૪ અને પછી રાજકોટમાં ૩૯.૩ ડીગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. હવામાન વિભાગે જાહેર કરેલી વ્ગિત મુજબ રાજયમાં ઉતર પશ્ચિમી પવનો ફુકાઇ રહયા છે અને તેની ગતિ સરેરાશ ૧૧ થી ૧ર કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ રહી છે. હવામાં ભેજનું પ્રમાણ વધી રહયુ છે. સાંજના સમયે રાજકોટમાં ૩૪ ટકા ભેજ નોંધાયો હતો.

તમામ રોડ ખાલી  થઇ ગયા ખંભાળિયામાં  ઝાકળ વર્ષાની વરસાદ જેવી સ્થિતિ

દેવભુમી  દ્વારકા જિલ્લામાં આજે ચોથા દિવસે પણ સતત ઝાકળ ગાઢ ધુમ્મસ તથા ઝાકળવર્ષા શરૂ રહી હતી. સવારના વહેલી પરોઢથી ઝાકળવર્ષા થતા તમામ મુખ્ય રસ્તાઓ પર જાણે વરસાદ પડયો હોય તેમ ભીના થઇ ગયા હતા તો ઝાકળવર્ષાથી ઠેર ઠેર પાણી ટપકયા હોય બહાર નીકળતા મોનીંગ વોક વાળાના કપડા ભીના થઇ ગયા જેવી સ્થિતિ થઇ હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી  દ્વારા) જામનગર શહેરનું મહતમ તાપમાન ૩.પ, ડીગ્રી, લઘુતમ ર૦.પ ડિગ્રી, ભેજ ૯૬ ટકા અને પવનની ઝડપ પ.ર કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:51 am IST)