સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

ભલગામડા ગામની સીમમાં ચાલુ કટીંગ ઉપર છાપો : ૧૪ લાખનો દારૂ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૬: પોલીસ અધિક્ષક મહેંન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીક્ષામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ ઇસ્પેકટર એલ.સી.બી. સુરેનદનગર નાઓને સુચના આપેલ હોય, જે અન્વયે નાઇટ દરમ્યાન લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા રહે,ભલગામડા તથા નીરવભાઈ અમૃતલાલ દરજી રહે,લીંબડી વાળા બંનેએ નાગદાન પ્રભુદાન ગઢવી રહે,વડોદરા મુળ રહે,વઢવાણ વાળો તથા ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા રહે,ભાવનગર વાળા વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી ચારેય ઇસમો ભેગા મળી તેઓના સાગરીતો મારફતે ટાટા કંપનીના ચટા કંપનીના કન્ટેનર નંબર એમ.એચ.૪૬ બીએમ પી૧૦૯માં  ભલગામડા ગામની સીમમાં દાજીભાઇ ભરતસિંહ રાણા રહે.ભલગામડા વાડીમા ઉતારી વિદેશી દારૂનું કટીંગ કરાવે છે અને હાલે તેની આ પ્રવૃતિ ચાલુમા હોય તેવી હકીકત મેળવી પુરતી તૈયારી સાથે છાપો મારતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૩ ૨૭૧ તથા બીયર ટીન નંગ-૨૬૪૧ મળી કી.રૂ. ૧૩,૮૬,૨૧૦/- તથા કન્ટેનર રજી.નં.એમ.એચ.૪૬ બી.એમ.૦સષ  કી.રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા નિશાન માઇકલ એક્ષ વી કાર રજી. નંબર જીજે પ જેડી ૩૦૮ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૭,૮૬,૨૧૦ નો મુદામાલ મળી આવતા  (૧) સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા (૨) નીરવભાઇ અમૃતલાલ દરજી (૩) નાગ દાન પભુદાન ગઢવી રહે,વડોદરા મુળ રહે,વઢવાણ (૪) ઇમરાન ઉર્ફે બોબડો મરૂનભાઇ કાલવ રહે,ભાવનગર (૫) ટાટા આઇશર નં-જીજે-૧ર-એટી-૧૦૧૦ નો ચાલક (૬) નિશાન માઇક્રા એસ વી કાર નો ચાલક તથા તપાસમાં ખુલે તે ઈસમો વિરુધ્ધ પ્રોહી ધારા મુજબ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ, સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ ઢોલ તથા પોલીસ સબ ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ,આઇ, રૂતુરાજસિંહ નારસંગભા તથા જવાનસિંહ મનુભા તથા પો.હેંડ, કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા ચમનભાઇ જારીજમાઇ તથા પો.કોન્સ. અમિનભાઇ ઠારણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી વિદેશી દારૂ નો સફળ કવોલીટી કૈસ શોધી કાઢેલ છે.

(11:42 am IST)