સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

હળવદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની ચૂંટણી માટે ૧૦ ફોર્મ ભરાયા

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૬ : ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની ચૂંટણી જાહેર થતા હળવદ શાખામાં સભ્ય અને  પ્રતિનિધિની જગ્યા માટે કુલ ૧૦ ફોર્મ ભરાયા છે.

 ખેતીબેન્ક હળવદ શાખામાં આ બેંકના ૨૨૬૦ સભાસદો નોંધાયેલ છે. જેમાં પ્રતિનિધિની બે જગ્યા માટે પાંચ ફોર્મ ભરાયા છે. જ્યારે સભ્યની બે જગ્યા માટે પણ પાંચ ફોર્મ ભરાયા છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ૫ માર્ચના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ૬ તારીખના રોજ આખરી પ્રસિદ્ધિ બાદ ૧૭ અને ૧૮ માર્ચ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોય. જેથી, ત્યારબાદ ખબર પડશે કે બે પ્રતિનિધિની જગ્યા અને બે સભ્યોની જગ્યા પર ચૂંટણી થશે કે બિનહરીફ જાહેર થશે.

 હળવદ ખેતીબેન્ક શાખામાં બે પ્રતિનિધિની જગ્યા માટે ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ (રહે. માનસર), રજનીભાઈ શંકરભાઈ સંઘાણી (રહે. નવા ઘનશ્યામગઢ), સુરેશભાઈ જાદવજીભાઈ પટેલ (રહે. ટીકર), ધીરુભા રમુભા ઝાલા (રહે. ધનાળા) અને મનજીભાઈ ધનજીભાઈ (રહે. દેવીપુર)એ ફોર્મ ભર્યા છે.

જ્યારે સભ્યોની બે જગ્યા માટે સુરેશભાઈ જાદવજીભાઈ પટેલ (રહે. ટીકર), ભરતભાઈ લઘરાભાઈ (રહે. મયાપુર), રામજીભાઈ મલુભાઈ ગોહિલ, વનરાજસિંહ કીરીટસિંહ જાડેજા (રહે. શીરોઈ) અને ભુદરભાઈ મોહનભાઈ (રહે રાયસંગપુર)એ ઉમેદવારી નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સહકારી અને ગ્રામીણ વિકાસ બેંક કે જે ખેતી બેંકના નામથી ઓળખાય છે. રાજ્યના ખેડૂતોને લાંબાગાળાનું ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી સંસ્થા છે. બેંકની સ્થાપના સન ૧૯૫૧માં ''સૌરાષ્ટ્ર સ્ટેટ લેન્ડ મોર્ટગેજ બેંક'' તરીકે થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતનું વિભાજન થતાં બેંકનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય પુરતું રહેવા પામેલ અને સને ૧૯૬૨માં ''ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી'' તરીકે બેંકે તેની કામગીરી શરૂ કરેલ. હાલ આ બેંક ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ.ના નામથી કાર્યરત છે. બેંકની મુખ્ય કામગીરી રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ કરવાની છે.

(11:38 am IST)