સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

વાંકાનેર : કાલે ભવનાથ તળેટીના શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામાં મહાશિવરાત્રી નિમિતે ધ્વજારોહણ -સંતોને ભોજન

વાંકાનેર,તા. ૬: જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં ગિરનારની ગોદમાં આવેલ શ્રી ભવનાથ મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે મહા શિવરાત્રીના પર્વે તા. ૭ / ૩ / ૨૦૨૧ ને રવિવારના મહા વદ નોમના સવારે અખાડાના મહંત શ્રી ગંગાદાસજી મહારાજ તેમજ સંતો દ્વારા ધજારોહણઃ વિધિ ભકિતમયના દિવ્ય વાતાવરણ વચ્ચે કરવામાં આવશે.

તેમજ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે નોમ થી મહા શિવરાત્રી સુધી પાંચ દિવસ સુધી સાધુ , સંતો માટે 'મહા પ્રસાદ' રાખેલ છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગિરનાર ની ગોદમા આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામાં પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીએ આ જગ્યામા ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ગિરનાર મંડળની તેમજ હજારો સાધુ , સંતોની હાજરીમા મહા શિવરાત્રીના પર્વ જ કરેલ હતી જેથી પાટોત્સવ દિવસ પણ કહેવાય , તેમજ પૂજય સંત શ્રી ભોલેબાબાજી અવાર નવાર શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામા આવતા હતા તેમજ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પણ ભજન , તપસ્યા કરતા હતા છેલ્લે સહુ ભકતજનોને સેવા અને ધર્મ નો માર્ગદર્શન આપ્યા બાદ જૂનાગઢ ગિરનાર તળેટી ખાતે જ તેમણે તા.૧૩ / ૬ / ૧૯૮૭ ( જેઠ વદ બીજ ) ના રોજ દેહ છોડ્યો હતો.

જેમણે શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે દર્શનાથે પાર્થિવદેહને રાખેલ અને અખાડા ખાતે જ અગ્નિદાહ આપેલ જે આજે શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે પૂજય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીનુ આરસનુ સમાધિ મંદિર છે જેમાં પૂજય શ્રી ભોલેબાબાજીની મૂર્તિ બિરાજમાન છે તેમજ સંકટ મોચન હનુમાનજી મંદિર તેમજ પૂજય બાબાજીની આજ્ઞા અનુસાર બનેલ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચદ્રં ભગવાનનુ મંદિર આવેલું છે અલખ ધુણી પણ છે જે ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે મહા શિવરાત્રીના પાવન પર્વે વિશેષ પૂજન અર્ચન તેમજ શાહી સવારીમાં રાત્રે શ્રી ગુરૂદત ભગવાનની પાલખીનુ પૂજન અર્ચન આરતી અખાડા ખાતે મહંત શ્રી ગંગાદાસજી મહારાજ તેમજ સંતો , કરશે જે 'સંત શ્રી ભોલેબાબા સેવક સમુદાય' ની યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)