સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th March 2018

પોરબંદર ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ કેસઃ દાદલી મીયાના જામીન મંજૂર

પોરબંદરઃ પોરબંદર ગોસાબારા ખાતે આરડીએક્સ લેન્ડીંગ કેસ મામલે કુખ્યાત મમુ મીયા પંજૂમીયાના ભાઇ દાદલી મીયાના જામીન જામનગર અને પોરબંદર કોર્ટે આપ્યા છે. જામનગર કોર્ટે રૂ. ૨૫ હજાર અને પોરબંદર કોર્ટે રૂ. ૫૦ હજારના જામીન મંજૂર કર્યા છે. દાદલી મીયા હાલ જામનગર જેલમાં છે.

(4:57 pm IST)