સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th March 2018

આદીપુરમાં અંગ્રેજી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાતા ચકચાર

આર્મી કોન્ટોનમેન્ટમાં મળતા અંગ્રેજી દારૂની નકલ કરી 'ઓનલી ડીફેન્સ'નાં સ્ટીકર, સીલ લગાવાતા હતા

ભુજ તા.૬: આદિપુર પોલીસે શહેરની અડોઅડ આવેલા અંતર જાળ ગામની બાલાજી સોસાયટીના બંધ મકાન ઉપર દરોડો પાડીને અંગ્રેજી દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે.

પોલીસે ૪૨ પેટી-૪૯૦ જેટલો બોટલોને જપ્ત કરીને અહીં બનાવાતા અંગ્રેજી દારૂની સાધન સામગ્રી જપ્ત કરી છે. આર્મી કેન્ટોનમેન્ટમાં મળતો દારૂ હોયએ રીતે આ અંગ્રેજી દારૂ ઉપર રોયલ સ્ટેગ બ્રાન્ડ સાથે ઓનલી ડીફેન્સ અને મેઇડ ઇન હરિયઆમા જેવા સ્ટીકર લગાવાતા હતા.

પોલીસે આ મકાનમાંથી ખાલી બોટલો, કેમીકલ, કેરબા, સ્ટીકર, સગટી, હથોડી, ટાંકો, સીલ પણ જડપ્યા હતા. સીલ પણ ડીફેન્સનો માલ હોય એ રીતે લગાવાતા હતા. પોલીસે આ કિસ્સામાં લાપતા બનેલા બે બુટલેગરો સુરેશ ચાવડા અને રાજુ પ્રજાપતિ વિરૂધ્ધ ગુનો નોંધીને તેમને પકડવાની તજવીજ શરૂ કરી છે.

(11:49 am IST)